DOWNLOAD SAT REPORT CARD 2021-22 | SSA GUJARAT | DOWNLOAD STUDENT’S REPORTCARD | GYAN PRABHAV

 

Report card download કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

 વર્ષ 2020-21 દરમ્યાન covid-19 ની પરિસ્થિતિમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓમાં જે અધ્યયન ક્ષતિ રહી જવા પામી છે તે જણાવવાના હેતુથી પ્રથમ સત્રાંત નિદાન કસોટી લેવામાં આવી. પોતાની શાળામાં કયા વિદ્યાર્થીને કયા વિષયનાં ક્યા લર્નિંગ આઉટકમમાં ક્ષતિ રહી ગયી છે તે નિદાન કસોટીના ગુણના આધારે જાણી શકાય છે. નિદાન કસોટીના ગુણની ઓનલાઈન એન્ટ્રીના આધારે વિદ્યાર્થીઓમાં જે અધ્યયન ક્ષતિ (Learning loss) રહેલ છે તે જાણી અને તેને કયા વિષયના કયા લર્નિંગ આઉટકમમાં ઉપચાર કાર્યની જરૂરિયાત છે તે શિક્ષક અને આચાર્યશ્રી જાણી શકે અને તે પ્રમાણે આગામી સત્રના શિક્ષણ કાર્યનું આયોજન થઇ શકે તે આશયથી School Report Card અને Student Report Card ની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. School Report Card અને Student Report Card ડાઉનલોડ કેવી રીતે કરવું અને તે Report Card નું અર્થઘટન કેવી રીતે કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન અહી આપવામાં આવ્યું છે.

The first semester diagnostic test was conducted during the year 2020-21 with the aim of identifying the study defects that remained in the students whose schools remained closed in the situation of covid-19. Which student in his school has a defect in which learning outcome of which subject can be known on the basis of the marks of the diagnostic test. Based on the online entry of the marks of the diagnostic test, the teacher and the principal can know the learning loss in the students and in which learning outcome of which subject the treatment work is required and accordingly the next session teaching work can be planned. And Student Report Card facility is provided. Here is a detailed guide on how to download School Report Card and Student Report Card and how to interpret that Report Card.

Join our whatsapp Groups

આપે Download કરેલ Student Report Card માં વિદ્યાર્થીની પ્રાથમિક વિગતો જેમાં જિલ્લો-તાલુકો-ક્લસ્ટર-શાળાનું નામ UDISE CODE – CHILD UID- વિદ્યાર્થીનું નામ જોવા મળશે.

Student Report Card માં વચ્ચેના ભાગમાં ACHIEVEMENT(S) અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. એકથી વધુ પ્રશ્નમાં એક જ અધ્યયન નિષ્પત્તિ જોડાયેલ છે તે પ્રશ્નણે પ્રશ્ન નંબરની કોલમમાં સંયુક્ત રીતે દર્શાવેલ છે.

Student_Report Card માં નીચેના ભાગમાં REQUIRES REMEDIAL WORK અંતર્ગત વિદ્યાર્થીએ જે તે વિષયમાં જે પ્રશ્નમાં 40% કરતાં વધુ ઓછા ગુણ મેળવેલ છે તે પ્રશ્નક્રમ અને તે પ્રશ્ન સાથે જોડાયેલ અધ્યયન નિષ્પત્તિ અને તે પ્રશ્નમાં મેળવેલ ગુણ અને તે પ્રશ્નના કુલ ગુણ દર્શાવવામાં આવ્યા છે. શિક્ષકે તે પ્રશ્નમાં જોડાયેલ અધ્યયન નિષ્પત્તિમાં વધુ સઘન રીતે અધ્યાપન કાર્ય આપવાનું છે, તેવું અર્થઘટન થાય છે.

સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ – ૨૦૨૨ ડાઉનલોડ કરવા માટે નિહાળો સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો

SAT REPORT CARD DOWNLOAD LINK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *