કચ્છી ભાષા ઓનલાઈન કોર્ષ | Kutchi Language online Course on Diksha App

કચ્છી ભાષા ઓનલાઇન કોર્સ :ડૉ. રક્ષાબેન એચ. ઉપાધ્યાય
કોર્સની ભૂમિકા :
શિક્ષણનું મુખ્ય કાર્ય રાષ્ટ્ર ઘડતરનું છે. રાષ્ટ્ર ઘડતરમાં વૈવિધ્ય સાથે ઐક્યભાવના હોય તે
તેનું અંગભૂત અંગ છે. જે વ્યક્તિ વધુ ભાષાઓ જાણશે, અન્ય ભાષા પ્રત્યે આદર દાખવશે અને તેમાં
વ્યવહાર પ્રસ્થાપિત કરશે તે વધુ ઉદારદિલ, બહુશ્રુત અને જાણકાર ગણાશે. વિવિધ સમુદાય
સાથે સંવાદ સ્થાપિત કરવા તેની ભાષા જાણવી – સમજવી તે અમોઘ શસ્ત્ર છે અને તે કાર્યને સરળ
બનાવે છે. વળી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 માં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં આપવાની વાત પર
ભાર મુકવામાં આવેલ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 માં ‘ત્રિભાષા’ સૂત્રમાં પણ પ્રથમ ભાષા તરીકે
માતૃભાષા/લોકબોલીને પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
સમગ્ર ભારત રાષ્ટ્રમાં એક સર્વસામાન્ય કહેવત છે કે, ‘બાર ગાઉએ બોલી બદલાય ” આ
કહેવત મુજબ લોકબોલી તેમજ ભાષાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજે દિન-પ્રતિદિના
બોલીઓ/ભાષાઓ લુપ્ત થતી જાય છે. ત્યારે પોતાનું સ્વતંત્ર વ્યાકરણ, ધાતુકોશ અને વિપુલ સાહિત્ય
ધરાવતી કચ્છી ભાષા વિશે તો હાલના સમયમાં ઓફલાઈન તાલીમ યોજી શકાય તેમ નથી ત્યારે આ
ઓનલાઇન તાલીમ કોર્સ ખૂબ જ માવજત લઈને તૈયાર કરેલ છે. જેના પાયામાં જીસીઈઆરટી
ગાંધીનગર દ્વારા કચ્છી ભાષાના તાલીમ મોડ્યુલ તરીકે સ્વીકૃત થયેલ ‘કચ્છી પાઠાવલિ’ (જાણ -1)
છે. આ પાઠાવલિનાં પગલાંઓનાં કથાવસ્તુનો વિસ્તાર કરીને દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૂપ આપવા પ્રયત્ન કરેલા
છે.
આ ઓનલાઈન તાલીમ કોર્સ થકી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં પ્રત્યાયન લોકભોગ્ય
બની રહેશે. જેનાથી, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહેશે.