ગુજરાત પંચાયત સુધારા વિધેયક 2021| Gujrat Panchayat Service selection Board 2021| પંચાયત તલાટી કારકુન ભરતી 2021

ગુજરાત પંચાયત સુધારા વિધેયક 2021 લવાયું

ભરતીની પ્રક્રિયાનું કેન્દ્રીકરણ કરવાની દિશામાં આગળ વધી રહેલી ગુજરાત સરકાર

અમદાવાદ : ગુજરાત સરકાર અંદાજપત્ર સત્રમાં ગુજરાત પંચાયત સુધારા વિધેયક લાવીને પંચાયત વર્ગ-3 સેવાના તમામ સંવર્ગોમાં ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને સોંપવાની દિશામાં આગળ વધવા માગે છે. તેનાથી સીધી ભરતીમાં એકરૂપતા-સમાનતા આવવાની ધારાણ છે.

અત્યારે દરેક જિલ્લા કક્ષાએ સમિતિઓને તેમની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવેલી હોવાથી સીધી ભરતીની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 227 અને 236 સુધારી લેવા માટે આ પગલાં લેવાનું સૂચવવામાં આવ્યું છે.  સુધારા વિધેયક લાવવામાં આવી રહ્યું છે. 

વિગતવાર માહિતી માટે વિડીયો જુઓ

 

પંચાયત ખાતાના રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર ગુજરાત પંચાયત-સુધારા વિધેયક લઈને આવ્યા છે. તેના માધ્યમથી ગુજરાત પંચાયત સેવા મંડળની રચના કરવાની જોગવાઈ કલમ 227માં સુધારો કરીને દાખલ કરવામાં આવી રહી છે.

અત્યારે દરેક જિલ્લા કક્ષાએ પંચાયતના સંવર્ગ ત્રણના તમામ સંવર્ગમાં ભરતી કરવા માટેની સત્તા જિલ્લા કક્ષાની સમિતિઓને સોંપવાને બદેલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને જ આપામાંથી આરંભ કરવામાં આવ્યો છે. કલમ 236માં પણ આ જ હેતુથી સુધારો કરવામાં આવ્યો છે.

મંડળની કામગીરી ખાસ કરીને પંચાયત સેવામાંનીજ ગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારોની પસંદગી કરવાનું અને નિયમો દ્વારા નક્કી કરવામાં આવેલી બાબતોમાં સલાહ આપવાની કામગીરી કરે છે. આ નવા સુધારા મુજબ રૂા. 2800ના ગ્રેડ પેથી નીચેનો ગ્રેડ પે ધરાવતી ન હોય તેવા કર્મચારીઓની પંચાયત સેવા વર્ગ 3ની જગ્યાઓ પરની ભરતી મંડલ દ્વારા કરવામાં આવે છે.

Read Official press note click here

રૂા. 5200થી 20,200ના ગ્રેડ પેમાં આવતી અથવા તેનાથી ઉપરને પે બેન્ડ ધરાવતી પંચાયત સેવામાંની તમામ જગ્યાઓ પરની ભરતી મંડલ ધ્વારા કરવામાં આવી છે. ત્યારે રૂા. 20,500થી ઊંચોગ્રેડ પે ધરાવતી પંચાયત સેવા વ ર્ગ 3ની અન્ય જગ્યાઓ પરની ભરતી દરેક જિલ્લા સમિતિઓ દ્વાર કરવામાં આવે છે. 

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અત્યારે વર્ગ 1 અને વર્ગ વર્ગ 2ના અધિકારીઓની ભરતી કરે જ છે. તેની સામે રાજ્ય સરકારના કર્માચીરોઓની વર્ગ 3ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. અત્યારે 33 જિલ્લા સમિતિઓ આ ભરતી કરે છે.

તેને સ્થાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મમંડળને વર્ગ 3ના તમામ સંવર્ગોને નિમણૂક કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરેક જિલ્લાના સ્તરેથી અલગથી થતી હોવાથી ખર્ચમાં વધારો થાય છે. આ સમિતિઓના માધ્યમથી ભરતી કરવામાં એકરૂપતા જળવાતી નથી. સરકારની માર્ગદર્શિકા કે સૂચનાઓનું પણ ચુસ્ત પાલન ન થતું હોવાનું જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *