GOVERNMENT SCHEMES FORMS DOCUMENT ONLINE APPLY | સરકારી યોજનાઓ

GOVERNMENT SCHEMES FORMS DOCUMENT ONLINE APPLY | સરકારી યોજનાઓ

 

નમસકાર મિત્રો! આપનું સ્વાગત અમારી વેબસાઈટ SHIVAMVAVECHI પર! આહિ આપણે સરકારી નોકરી, શિક્ષણ , પરીપત્રો, સરકારની તમામ યોજનાની ફોર્મ ડૉક્યુમેન્ટસ સાથેની માહિતી!

અહી આ પોસ્ટમાં આપણે ભારત તથા ગુજરાત સરકારની અત્યારમાં અમલમાં છે તેવી તેમજ આવનારા તમામ સરકારી યોજનાઓ વિશેની latest update મળતી રહેશે!

નીચે આપેલ કોઇ પણ યોજના પર ક્લિક કરી આપ એ યોજના વિશેની તમામ માહિતી જેવી કે યોજનાનો લાભ લેવા માટે અરજદારની યોગ્યતા, જરૂરી દસ્તાવેજો (documents) યોજનનું અરજી પત્રક, જો ફોર્મ ઓનલાઇન ભરતું હોય તો એ ક્યાં અને કેવી રીતે ભરવું એનું પણ વિડીયો દ્રારા માર્ગદર્શન વગેરે મેળવી શકશો!

 

1.મુખ્યમંત્રી બાળ સેવા યોજના| Mukhymantri Bal Seva Yojana

ગુજરાત  સરકાર દ્વારા કોવિડ-19માં જે બાળકોએ પોતાના માતા\પિતા કે બંને માંથી એક ગુમાવેલ  હોય તેવા બાળકોને માસિક આર્થિક સહાય આપવાનું જાહેર  કરેલ છે.

યોજનાની સંપૂર્ણ માહિતી અને  અરજી પત્રક માટે ક્લિક કરો  

 

2.માનવ ગરિમા યોજના | Manav Garima Yojana

રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ-રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી Manav garima yojana Gujarat માં અમલમાં મૂકવામાં આવેલ છે.

યોજનાની સંપૂર્ણ માહિતી અને  અરજી પત્રક માટે ક્લિક કરો  

 

3. પ્રધાનમંત્રી  કિસાન સન્માન નિધિ યોજના  | PM Kisan Sanman Nidhi Yojana

ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છેખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે.

યોજનાની સંપૂર્ણ માહિતી અને  અરજી પત્રક માટે ક્લિક કરો