મહિલાઓને મોદી સરકારની ગિફ્ટ: ઈમરજન્સીમાં મળશે આટલા રૂપિયા, આજથી નવી યોજના શરૂ

મહિલાઓને મોદી સરકારની ગિફ્ટ: ઈમરજન્સીમાં મળશે આટલા રૂપિયા, આજથી નવી યોજના શરૂ

કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. આ કડીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની તરફથી દેશભરની ગ્રામીણ મહિલાઓ માટે એક મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  • મોદી સરકાર શરૂ કરશે નવી યોજના 
  • ગામની મહિલાઓને મળશે સુવિધા 
  • કોઈ મુશ્કેલી વગર ઉપાડી શકશે 5 હજાર રૂપિયા 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે  (Narendra Modi Government)  આજથી ગામમાં રહેતી મહિલાઓ માટે નવી સેવાની શરૂ આત કરી છે. જે હેઠળ હવે જરૂર પડવા પર ગ્રામીણ મહિલાઓ હવે પાંચ હજાર રૂપિયા વગર કોઈ મુશ્કેલીએ મિનિટોમાં મેળવી શકશે. 

તમને જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી (Overdraft Facility) છે. જેનો ઉપયોગ હવે ગામની મહિલાઓને મોટી રાહત આપશે. સામાન્ય રીતે આ સુવિધા અમિર લોકોને આપવામાં આવતી હતી પરંતુ હવે ગામની મહિલાઓ પણ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. 

કઈ રીતે મળશે આ સુવિધા? 
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ સેલિબ્રેટ કરી રહી છે. આ સિલસિલામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે  (Ministry of Rural Development) ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ નાગેન્દ્ર નાથ સિન્હા 18 ડિસેમ્બર, 2021એ દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સત્યાપિત મહિલા સ્વસહાયતા સમૂહ સદસ્યાઓ માટે 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટ સુવિધાનો શુભારંભ કરશે. 

સરકારી બેન્ક અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન આ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી થશે. આ યોજનામાં દરેક બેન્કોના મેનેજીંગ ડાયરેક્ટર, ઉપ પ્રબંધ નિર્દેશક, કાર્યકારી નિર્દેશક સહિત મુખ્ય મહાપ્રબંધક પણ શામેલ હશે. આ કાર્યક્રમમાં રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અધિકારી પણ શામેલ રહેશે.

Source: VTV GUJARATI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *