જો તમારી પાસે ચૂંટણી કાર્ડની હાર્ડ કોપી નથી તો ચિંતા કરવાની જરુર નથી. આજથી તમે તેની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશો. આ સુવિધા એવી જ હશે જેવી આધાર કાર્ડ પર મળે છે. જે રીતે તમે UIDAIની વેબસાઈટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તે જ રીતે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશો. 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાન દિવસ (National voters day)ના દિવસે દેશભરમાં ઈલેક્ટ્રોનિક ઈલેક્ટ્રોલ ફોટો આઈડી કાર્ડની સુવિધા શરુ કરવામાં આવી છે. આવો જાણીએ કઈ રીતે તમે વોટર આઈડ ડાઉનલોડ કરી શકો છો.
e-EPIC ( ई-मतदाता पहचान पत्र )
e-EPIC is a portable document format(PDF) version of the EPIC which can be downloaded on mobile or in a self-printable form on the computer. A voter can thus store the card on his/her mobile, upload it on Digi locker or print it and self-laminate it. This is in addition to PCV EPIC being issued for fresh registration.
વોટર ID કાર્ડ ખોવાય કે ખરાબ થઈ જાય પછી એને ફરી બનાવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે. હવે ઈલેક્શન કમિશને આ સમસ્યા દૂર કરી દીધી છે. આજથી વોટર IDને ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ વોટર્સ પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અપ્લાઈ કર્યું છે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે.
વોટ્સએપ ગૃપમાં જોડાવા ક્લિક કરો
Who are eligible for e-EPIC ?
- 25th to 31st Jan 2021 : Only new electors
registered during Special Summary Revision
2021 and having unique mobile number in Eroll. - 1st Feb 2021 onwards: All General electors
નેશનલ વોટર્સ ડે પર ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. એના દ્વારા તમે તમારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. એની પ્રિન્ટ પણ લઈ શકાશે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એનો પ્રારંભ કર્યો. આ દરમિયાન પાંચ નવા વોટર્સને ઈ-વોટર કાર્ડ આપવામાં આવ્યાં.
વોટર ID મળવાનો ઈંતજાર સમાપ્ત
આ સુવિધા શરૂ થયા પછી વોટર IDની રાહ જોવી નહીં પડે. વોટર લિસ્ટમાં નામ સામેલ થતાં જ તેને ડાઉનલોડ કરી શકાશે. વોટર આ કાર્ડને પ્રિન્ટ કરી શકે છે, તેને લેમિનેટ કરી શકે છે કે તેને અનુકૂળતા પ્રમાણે ડિજિટલી સ્ટોર કરી શકે છે.
આ પણ તમને કામ લાગશે
ડિજિટલ કાર્ડના લાભ
- E-EPIC નવા વોટર્સને જારી કરાતા પ્લાસ્ટિક વોટર કાર્ડથી અલગ હશે. એને ડિજિલોકરમાં પણ અપલોડ કરી શકાય છે.
- E-EPIC ડાઉનલોડ કરતાં પહેલાં KYC કરાવવું પડશે. આ સુવિધા મળ્યા પછી વોટરને એડ્રેસ ચેન્જ થાય ત્યારે વારંવાર નવું કાર્ડ બનાવવાની જરૂર નહીં પડે. આ માટે સિંગલ ઈ-એપિક પૂરતું હશે. QR કોડમાં બદલાયેલા સરનામા સાથે એને નવેસરથી ડાઉનલોડ કરી શકાય છે.
- જે વોટર્સનું વોટર ID કાર્ડ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, તેઓ ફ્રીમાં ડુપ્લિકેટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અત્યારે આ માટે 25 રૂપિયા આપવાના હોય છે.
- આ પગલાથી વન નેશન-વન ઈલેક્શન કાર્ડની યોજના પર આગળ વધી શકાશે.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ક્લિક કરો
How e-EPIC Benefits Citizen ?
- Alternate and faster mode of obtaining Electoral Photo Identity Card in a digital format
- Equally valid as a proof of document for voter identification
- Can be printed at the convenience of the voter and can bring it as proof during polling
- Self service model
ઘરે બેઠા પ્લાસ્ટિક(PVC) નુંઆધારાકાર્ડ કઇ રીતે ઓર્ડર કરવું ?
તમે કેવી રીતે e-EPIC ડાઉનલોડ કરી શકશો?
સંપૂર્ણ વિગત સાથેનો પ્રેક્ટિકલ વિડીયો જોવા અહી ક્લિક કરો
How to Download e-EPIC ?
Steps to download e-EPIC
- Register/Login on NVSP
- Enter EPIC Number or Form Reference Number
- Verify the OTP sent on the registered mobile number
- Click on Download e-EPIC
આજથી વેબ રેડિયો હેલો વોટર્સની પણ શરૂઆત
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસે 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે ઊજવવામાં આવે છે. એમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈલેક્શન કમિશનના વેબ રેડિયો, હેલો વોટર્સની શરૂઆત કરશે.