કોરોના સહાય | કોરોના સહાય અરજીપત્રક | કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને મળશે ₹.50000ની સહાય |shivamvavechi

કોરોના સહાય | કોરોના સહાય અરજીપત્રક | કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને મળશે ₹.50000ની સહાય |shivamvavechi

કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. કોર્ટે સોમવારે ગાઈડલાઈન બહાર પાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. કોર્ટે કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણેને કોવિડ19ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે. કોઈ પણ રાજ્ય મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી તે આધારે 50,000  રૂપિયાના લાભથી ઈન્કાર કરી શકશે નહીં. જિલ્લાધિકારીઓએ મોતના કારણોને ઠીક કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા પડશે.

જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. ભવિષ્યમાં કોવિડથી થનારા મોત પર 50,000 રૂપિયાની સહાય ચાલુ રાખવામાં આવશે. કોવિડ થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરનારાઓને પણ વળતર મળશે.

News source 👉 click here (Zee 24 kalak) 

પરિપત્ર ડાઉનલોડ કરવા ક્લિક કરો

કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે માટે ઓનલાઈન અરજીઓ શરૂ.

અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ લૉન્ચ

વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશેઃદિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે

ઓનલાઈન અરજી લિંક અહીં ક્લિક કરો

Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. ૫૦,૦૦૦/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૮/૧૧/૨૦૨૧ના ઠરાવ પ્રમાણે Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર, ફોર્મ 4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે.

સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે

અરજી પત્રક

અરજી પત્રક ડાઉનલોડ કરવા ક્લિક કરો

અમારી વોટ્સએપ ગૃપને જોઈન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *